યાત્રાધામો માટે સ્વદેશ દર્શન સ્પેશ્યલ ટ્રેન, યાત્રિકોને રામેશ્વર,મદુરાઈ, તિરૂપતિની યાત્રા કરાવાશે
રાજકોટઃ યાત્રાધામોના દર્શન માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આઈઆરસીટીસીએ સ્વદેશ દર્શન સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન રાજકોટથી 20 નવેમ્બરના રોજ ઉપડશે અને 28 નવેમ્બરે પરત આવશે. સ્વદેશ દર્શન સ્પેશિયલ ટ્રેનમાં આઈઆરસીટીસી યાત્રિકોને રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી અને તિરુપતિ સહિતના સ્થળોના દર્શન કરાવશે. આ ટ્રેનમાં યાત્રાનો લાભ લેવા માટે બુકિંગ રેલવે દ્વારા શરૂ કરી દેવાયું છે.આ ટ્રેનમાં મુસાફરો સાબરમતી, વડોદરા, કલ્યાણ અને પુણે સ્ટેશનથી પણ બેસી શકશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ આઈઆરસીટીસીએ સ્વદેશ દર્શન સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન રાજકોટથી 20 નવેમ્બરના રોજ ઉપડશે અને 28 નવેમ્બરે પરત આવશે. સ્વદેશ દર્શન સ્પેશિયલ ટ્રેનમાં આઈઆરસીટીસી યાત્રિકોને રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી અને તિરુપતિ સહિતના સ્થળોના દર્શન કરાવશે.પ્રવાસીઓ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ IRCTC ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ટિકિટ બુક કરાવી શકે છે. આઈઆરસીટીસી સમયાંતરે યાત્રિકને ભારત દર્શન માટે જુદા જુદા રૂટની ટ્રેન જાહેર કરતું હોય છે જેમાં હાલ 20મી નવેમ્બરથી યાત્રિકોને દક્ષિણ ભારતની યાત્રા કરાવશે અને આ ટ્રેન રાજકોટથી ઉપડી રાજકોટ પરત ફરશે. વધુ માહિતી માટે www.irctctourism.com પર લોગ ઇન કરી યાત્રિકો જાણકારી મેળવી શકશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સલામતી માટે તમામ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે, “આરોગ્ય-સેતુ’ એપ ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોનો સામાન સેનિટાઇઝ કરવામાં આવશે. ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરૂર પડશે તો રેલવે ડોક્ટરની પણ માગણી મુજબ નજીકના સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે. સ્વદેશ દર્શન ટ્રેન યાત્રાનો લાભ લેવા માટે IRCTCએ જુદા જુદા ત્રણ પેકેજ જાહેર કર્યા છે જેમાં બજેટ ક્લાસ મુસાફરી માટે રૂપિયા 13,900નું બજેટ રખાયું છે જ્યારે સ્ટાન્ડર્ડ ક્લાસ માટે 15,300 રખાયા છે અને કમ્ફર્ટ ક્લાસ એટલે કે 3AC કોચમાં મુસાફરી કરવા માટે 23,800નું બજેટ રખાયું છે. આ પેકેજમાં ટ્રેન ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા, ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ હશે.