Site icon Revoi.in

પશ્ચિમ કર્ણાવતી વિભાગ દ્વારા સ્વદેશી સ્વાવલંબન દિવસની ઉજવણીનો કાર્યક્રમ

Social Share

સ્વદેશી જાગરણ મંચે ઉસ્માનપુરામાં માધવ સ્મૃતિ ન્યાસ કાર્યાલય ખાતે સ્વદેશી સ્વાવલંબન દિવસનું આયોજન કર્યું હતું, જે આરએસએસના સૌથી નોંધપાત્ર વ્યક્તિત્વમાંના એક શ્રી સ્વ. દત્તોપંત ઠેંગડીની સ્મૃતિમાં છે. શ્રદ્ધેય શ્રી દત્તોપંતજીના વારસાને સ્વદેશી મૂલ્યો, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવના ઝળહળતા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. આ અવસરે, આજના સંદર્ભમાં સ્થાનિક સશક્તિકરણ અને સાતત્યપૂર્ણ વિકાસના મહત્વ પર ભાર મૂકતા, ચળવળમાં તેમનું યોગદાન ઉદધૃત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત અતિથિ વિશેષ શ્રી ભરતભાઈ પુરોહિત, શ્રી મનોહરલાલ અગ્રવાલજી, શ્રી મયુરભાઈ જોષી, શ્રી સત્યજીત દેશપાંડે અને શ્રી હરેશભાઈ ઠક્કરના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા સત્યજીત દેશપાંડેએ દત્તોપંતજીના જીવન અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. ક્રિશ શિક્ષા કેન્દ્રના નિયામક શ્રી ભરત પુરોહિતે વિદ્યાર્થીઓ સાથેના તેમના અનુભવો, રોજગાર નિર્માણના પ્રશ્નો અને તેના ઉકેલો પર મુખ્ય અતિથિ પ્રવચન આપ્યું હતું. મયુરભાઈ જોષીએ જિલ્લા સ્વાવલંબન કેન્દ્ર અને વર્તમાન પરિસ્થિતિમાં તેનું મહત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના અંતે, અભિજિત દવેએ વૈશ્વિક ચિંતાઓના સ્થાનિક જવાબ તરીકે સ્વદેશીની જરૂરિયાત પર પ્રેઝન્ટેશન આપ્યું.

આ કાર્યક્રમનો બીજો ભાગ સ્વદેશી જાગરણ મંચ અખિલ ભારતીય ટીમ દ્વારા સમગ્ર દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. સમારંભનું સ્થળ પર સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને દેશભરના 500 થી વધુ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. શ્રી શ્રી રવિશંકર મહારાજ (સ્થાપક – આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન), શ્રી વી. ભગૈયાજી (ઓલ ઈન્ડિયા એક્ઝિક્યુટિવ મેમ્બર, આરએસએસ), અને ડૉ. ચિન્મય પંડ્યા (વાઈસ ચાન્સેલર, દેવ સંસ્કૃતિ વિદ્યાલય, હરિદ્વાર) જેવા નામાંકિત વક્તાઓ એ સ્વદેશી વિષય પર માર્ગદર્શન આપ્યું. માનનીય આર. સુંદરમજી (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ), ડૉ. ભગવતી પ્રસાદ શર્મા (અખિલ ભારતીય સંયોજક, સ્વાવલંબી ભારત અભિયાન), અને માનનીય કાશ્મીરીલાલજી (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ) આ સમારોહમાં હાજર હતા.