- લતાજીની અસ્થિઓ લઈને આવ્યા ભાઈના પુત્ર આદીનાથ
- ભાઈ હ્દયનાથના પરિવારે કરી તમામ વિધી
મુંબઈઃ- સ્વર કોકિલા લતા મંગેશકરનું વિતેલા દિવસે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કોરોનામાંથી સાજા થયા બાદ સ્વાસ્થ્ય લક્ષી બીમારીમાં નિધન થયું હતું રવિવારે સાંજે મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ગતા જેમાં તેમના ભાઈ હ્દયનાથના પુત્ર આદિનાથે તેમની ચિતાને મુખાગ્નિ આપી હતી.
લતાજીની અંતિમ યાત્રા પર દેશના પ્રધાનમંત્રી મોદી સહીતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા ,બોલિવૂડ જગતમાંથી પણ જાણીતી હસ્તિઓ ઉપસ્થિતિ રહી હતી, અહીં હાજર સૌ કોઈની આંખો નમ હતી, દેશે એક અમુલ્ય રતન ગુમાવ્યાનો સૌ કોઈના ચહેરા પર દુખ હતું.
ત્યારે હવે આજરોજ સોમવારે, લતા મંગેશકરના ભત્રીજા આદિનાથ મંગેશકર અગ્નિસંસ્કાર પછીની વિધિ કરતા અને અસ્થીઓને લઈ જતા જોવા મળ્યા હતા. આદિનાથ મંગેશકર લતા મંગેશકરના નાના ભાઈ હૃદયનાથ મંગેશકરના પુત્ર છે. તેએ સોમવારે અંતિમ સંસ્કારના સ્થળેથી લતાજીની અસ્થિઓ લઈ જતા જોવા મળ્યા હતા
ઉલ્લેખનીય છે કે લતા મંગેશકર જીવનભર અપરિણીત હોવાને કારણે તેમના ભાઈનો પરિવાર તેમના અંતિમ સંસ્કારને લગતી તમામ વિધીઓ પુરી શ્રદ્ધા સાથે કરી રહ્યો છે.
લતા મંગેશકરના પાર્થિવ દેહને સંપૂર્ણ સન્માન સાથે શિવાજી પાર્ક સ્ટેડિયમ લઈ જવામાં આવ્યો હતો. જે વાહન દ્વારા તેમના પાર્થિવ દેહને સ્ટેડિયમમાં લઈ જવામાં આવ્યો હતો તેને સફેદ ફૂલોથી શણગારવામાં આવ્યો હતો અને તેમની એક મોટો ફોટો પણ લગાવાયો હતો તેમને ગાર્ડઓફ ઓનર આપીને અંતિમવિધી કરાઈ હતી.