1. Home
  2. ગુજરાતી
  3. Swayamvar Mika Di Vohti : મીકા સિંહે પોતાના જીવનસાથી તરીકે આકાંશા પુરીને કરી પસંદ
Swayamvar Mika Di Vohti : મીકા સિંહે પોતાના જીવનસાથી તરીકે આકાંશા પુરીને કરી પસંદ

Swayamvar Mika Di Vohti : મીકા સિંહે પોતાના જીવનસાથી તરીકે આકાંશા પુરીને કરી પસંદ

0
Social Share
  •  આખરે મીકા સિંહને મળી ગઈ તેની વોટી
  • વર્ષો જૂની મિત્ર સાથે કરશે લગ્ન
  • જીવનસાથી તરીકે આકાંશા પુરીની પસંદગી  

મુંબઈ:ટીવી રિયાલિટી શો ‘સ્વયંવરઃ મીકા દી વોટી’નો હેતુ પૂરો થઈ ગયો છે. સિંગર મીકા સિંહે પોતાની વોટી પસંદ કરી લીધી છે.મીકાએ આકાંશા પુરીને પસંદ કરી છે, જેણે 2 મહિના સુધી ચાલનારા આ શો દ્વારા વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી.શોના ફિનાલેમાં ત્રણ સુંદરીઓ પહોંચી હતી.જેમાં આકાંક્ષા પુરી, પ્રાંતિકા દાસ અને નીત મહેલ સામેલ હતા.પરંતુ મીકાનું હૃદય તેની 12 વર્ષની મિત્ર આકાંશાએ ચોરી લીધું હતું.

આકાંશાએ નેશનલ ટીવી પર મીકા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.આકાંશાએ જાહેરમાં પોતાના દિલની વાત કરીને મીકાનું દિલ જીતી લીધું હતું.જો અહેવાલોનું માનવામાં આવે તો, ફાઈનલ રાઉન્ડમાં મીકાને સમજાયું કે તેને ત્રણમાંથી સૌથી વધુ આકાંક્ષા સમજે છે. એ બનવું પણ અનિવાર્ય હતું કારણ કે બંને વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર – મીકાએ આકાંશાને ભલે વર માળા પહેરાવી હોય.પરંતુ તે હજુ તેની સાથે લગ્ન કરી રહ્યો નથી.તેનું માનવું છે કે,તે આકાંશા સાથે ઑફ-કેમેરા સમય પસાર કરવા માંગે છે અને તેને વધુ સારી રીતે સમજવા માંગે છે. જો બધું બરાબર રહેશે તે પછી લગ્ન કરીશું.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code