Site icon Revoi.in

ગુજરાતમાં શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે, ભાજપે ભૂપેન્દ્ર પટેલને સીએમ જાહેર કર્યાં

Social Share

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજ સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીના વલણો અનુસાર, પાર્ટીએ રાજ્યમાં 155 સીટો પર લીડ મેળવી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ ઘણી પાછળ છે. કોંગ્રેસને અત્યાર સુધી માત્ર 18 સીટો પર જ સરસાઈ મળી છે. આગામી 12મી ડિસેમ્બરના રોજ બપોરના 2 કલાકે ગાંધીનગર હેલિપેડ ખાતે શપથ વિધી સમારોહ યોજાશે. આ શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ રાજ્યમાં શાનદાર પ્રદર્શનના ઊંચા દાવા કર્યા હતા, પરંતુ પાર્ટીએ અત્યાર સુધીમાં માત્ર છ બેઠકો જીતી છે. હવે એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે  ગુજરાતમાં ભાજપ ફરી સત્તામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં શપથ ગ્રહણ સમારોહ 11 અથવા 11 ડિસેમ્બરે યોજાઈ શકે છે. ભાજપે વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલને સીએમ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ રાજ્યમાં શાનદાર પ્રદર્શનના ઊંચા દાવા કર્યા હતા, પરંતુ પાર્ટીએ અત્યાર સુધીમાં માત્ર છ બેઠકો જીતી છે. તે સ્પષ્ટ છે કે ગુજરાતમાં ભાજપ ફરી સત્તામાં આવી રહ્યું છે.

(ફોટો: ફાઈલ)