Site icon Revoi.in

કોરોનાકાળમાં નીટની પરિક્ષા મોકુફ રાખવા સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગનું ભારતના વિદ્યાર્થીઓને સમર્થન

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ દેશમાં અનેક પરિક્ષા બાબતે વિચારણા કરી રહ્યા છે, દેશના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા જેઈઈ અને નેટ જેવી મહત્વની પરિક્ષાને ન લેવા માટે માંગણી કરી છે, ત્યારે હવે દેશની બહારથી પણ આ પરિક્ષાને મોકૂફ રાખવાની બાબતે સમર્થન મળી રહ્યું છે.

ગ્રેટા થનબર્ગ કે જે, સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા તરીકે ખુબ નાની વયે નામના મેળવી ચુકી છે, કલાયમેન્ટ ચેન્જ સામે તેણે સતત એક વર્ષ સુધી મહેનત કરી હતી અને ત્યાર બાદ પોતોના અભ્યાસઅર્થે પાછી ફરી હતી, જો કે ગ્રેટએ  jee  અને નીટની  પરિક્ષા મોકૂફ રાખવા બાબતે ભારતના વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે.

પર્યાવરણમાં ખુબ જ સારુ કાર્ય કરી નામના મેળવેલ ગ્રેટાએ આ સમગ્ર બાબતે કહ્યું હતું કે,ભારતમાં કોરોના મહામારી અને પૂરના સંકટ વચ્ચે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે મજબૂર કરવા તે યોગ્ય બિલકુલ નથી. હું આ નીટ અને જેઈઈની પરીક્ષાને રોકવા માટે આગળ આવેલા તમામ વિદ્યાર્થીઓને મારું સમર્થન આપું છું.

પોતાના અભ્યાસમાં પાછી વળેલી ગ્રેટાએ કહ્યું કે, મારા એક વર્ષનો આરામ હવે પૂર્ણ થયો છે, આ બાબતે હવે હું નિરાંત અનુભવું છું, હાલમાં ગ્રેટાએ તેનો એક ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો ,તેમાં તે સ્કુલ બેગ સાથે જોવા મળી છે.ઉલ્લેખનીય છે કે ગ્રેટાની આયુ માત્રને માત્ર 16 છે, પરંતુ આટલી નાની વયે તેણે યુએનમાં પર્યાવરણ પર જે ભાષણ આપ્યું હતું તેને લઈને તેણે અનેક નિષ્ણાંતો સિવાયના તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા , વિશ્વના જુદા જુદા દેશના નેતાઓએ તેને શાંતિ પૂર્વક સાંભળી હબતી ત્યારથી ગ્રેટા થનબર્ગનું વિશઅવમાં માન બન્યું છે.

સાહીન-