શક્કરીયા ખાવાથી અનેક બિમારીમાં મળે છે રાહત – જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ
- શક્કરીયા ખાવાથી અનેક બિમારીઓ દૂકર થાય છે
- સુગરને કંટ્રોલ કરે છે શક્કરીયા
શક્કરીયા કે જેને આપણે સ્વિટ પોટેટો તરીકે પણ ઓળખીયે છે, શિવરાત્રીના તહેારમાં તે ખૂબ ખાવામાં આવે છે, આ સાથે ઉપવાસમાં પણ તેનું સેવન મોટા પ્રમાણમાં લોકો કરતા હોય છે, શક્કરીયા કુદરતી મીઠાસ ઘરાવે છે, સ્વાદમાં મીઠા હોવાથી તેની અનેક વાનગીઓ પણ બને છે, શીરો , શાકથી લઈને અવનવી વાનગીઓ માટે શક્કરીયા વપરાય છે, આ શક્કરીયા ખાવાથી અનેક ફાયદાઓ આપણા શરીરને થાય છે , આ સાથે જ આપણી કેટલવીક બિમારીઓમાં રાહત પણ થાય છે, શક્કરીયા અનેક બિમારીમાં ઉપયોગી ગણાય છે, તો ચાલો જાણીએ શક્કરીયા ખાવાથઈ થતા ફાયદાઓ
સામાન્ય રીતે શક્કરીયાના ત્રણ પ્રકાર જોવા મળે છે, જેમાં ગુલાબી શક્કરીયા, લાલ શક્કરીયા, સફેદ શક્કરીયા જો કે આ ત્રણેય પ્રકારના શક્કરીયાના ગુણઘર્મો એક સમાન જ છે.
- શક્કરીયા ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે,પરંતુ શક્કરીયાના ફાયદા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.
- શક્કરીયામાં વિવિધ પ્રકારના પોષક તત્વો જોવા મળ્યા છે,જે અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે
- શક્કરિયામાં એન્ટી-એથરોસ્ક્લેરોટિક,એન્ટીમ્યુટેજેનિક એન્ટિ-વાયરસ, એન્ટિ-ઓક્સિડેટીવ,એન્ટિહિપરગ્લાયકેમિક અને એન્ટિહિપરપ્રેસિવ ગુણધર્મો રહેલા હોય છે જેના કારણે શક્કરીયા ખાવાથઈ આરોગ્ય સ્વસ્થ રહે છે.
- લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધવાથી ડાયાબિટીઝની સમસ્યા થઈ શકે છે.શક્કરિયા આ સમસ્યાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. શક્કરીયામાં મળતા ફ્લેવોનોઈડ્સ લોહીમાં હાજર ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરી શકે છે
- પાચન સમસ્યાઓ દૂર કરવા માટે શક્કરીયા ફાયદાકારક હોઈ શકે છે. શક્કરીયામાં મોટી માત્રામાં ફાઇબર મળી આવે છે.ફાયબર ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ પાચન સુધારવામાં ફાયદાકારક હોઈ છે.
- કેન્સર એ જીવલેણ રોગ છે.શક્કરીયાનું સેવન કરવાથી આ ગંભીર બીમારી વધવાથી બચી શકે છે.કારણ કે શક્કરીયામાં એન્ટીઓકિસડન્ટ અને એન્ટીકેન્સર ગુણધર્મો છે
- નબળી રોગપ્રતિકારક શક્તિ ઉધરસ,તાવ અને શરદી જેવા અનેક રોગોમાં શક્કરીયાનું સેવન ફાયદા કારક ગણાય છે, શક્કરીયા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- શક્કરિયામાં પોટેશિયમ,સીઝિયમ અને કેલ્શિયમ જેવા પોષક તેટવો મોટી માત્રામાં હોય છે. શક્કરીયામાં જોવા મળતા આ પોષક તત્વો હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા તેમજ લોહીના ગંઠાઈ જવાને રોકવામાં મદદગાર કરે છે.
સાહિન-
tags:
sweet potatoes