સ્વિગીએ 380 કર્મચારીઓની છટણીની કરી જાહેરાત -સીઈઓએ કહ્યું આ નિર્ણય લેવો કંપની માટે ખૂબ મુશ્કેલ હતો
- સ્વિગીએ 380 કર્મીઓને નોકરીમાંથી કાઢ્યા
- સીઈઓનું નિવેદન આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો
દિલ્હીઃ- સ્વિગી ફૂડ ડિલવરી એપ કે જે ભારતમાં ખૂબ જાણીતી છે ,આ એપ દ્રારા અનેક લોકો ઘરબેઠા પોતાનું ફૂડ મંગાવી શકે છે જો કે કંપનીએ હાલમાં કેટલાક કર્મીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે જેને લઈને કંપનીના સીઈઓનું કહેવું છે કે નોકરીમાંથી કાઢવાનો નિર્ણય અમારા માટે પણ ખૂબ કઠીન રહ્યો છે.
આ અંગે સીઈઓનું કહેવું છે કે કંપનીમાં બદલાવના પ્રયાસોના ભાગરૂપે તેમણે આ પગલું ભર્યું છે. કંપનીએ 380 સંભવિત કર્મચારીઓને હટાવવા અંગે જણાવ્યું કે અમે અમારી ટીમને ઘટાડવા માટે આ મુશ્કેલ નિર્ણય લઈ રહ્યા છીએ.
કંપનીના સીઈઓ શ્રીહર્ષ મેજેટીએ કર્મચારીઓને તેમના વતી મોકલેલા મેલમાં જણાવ્યું છે કે તમામ સંભવિત પગલાંને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોતાના ઈમેલમાં છટણીનો આ નિર્ણય લેવાના અનેક કારણો આપવાની સાથે તેણે આ માટે કર્મચારીઓની માફી પણ માંગી છે.
સ્વિગીએ જે મુખ્ય કારણોનો ઉલ્લેખ કર્યો છે, તે પૈકી એક પડકારજનક આર્થિક સ્થિતિનો પણ સમાવેશ થાય છે. કંપનાએ આ ખુલાસો કર્યો છે કે ફૂડ ડિલીવરી ઘટી ગઈ છે, જેને લીધે નફો તથા આવકમાં ઘટાડો થયો છે. સ્વિગીએ તમામ કર્મચારીઓ માટે 0-5 રેટિંગ સિસ્ટમ પર રાખ્યા છે. 2 અને તેનાથી નીચે રેટિંગ ધરાવતા કર્મચારીઓ એ નોકરીમાંથઈ હાથ ઘોવાનો વારો આવશે.