- અગાઉ મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ PPP ધોરણે ચલાવવા દરખ્સાત કરી હતી.
- તાજેતરમાં અમિત શાહના હસ્તે જીમ અને સ્વિમિંગ પુલનું લોકાર્પણ કરાયું હતું,
- AMCએ ફી પણ નક્કી કરી દીધી
અમદાવાદઃ શહેરના મકરબા વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે જીમ અને સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યા છે. અને તાજેતરમાં જ દેશના ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પીપીપી ધોરણે ખાનગી કોન્ટ્રાકટરને ચલાવવા માટેની દરખાસ્તને મંજુર કરી દીધી હતી. ત્યારબાદ કોઈ કારણોસર વિરોધ થતાં સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્તમાં સુધારો કરીને હવે પોતે જ એટલે કે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જ જીમ અને સ્વિમિંગ પુલની સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરના મકરબામાં 10 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમને પીપીપી મોડલ પર પ્રતિ વર્ષે 20 લાખમાં ચલાવવા આપી દેવાની દરખાસ્ત રજૂ થઈ હતી. જો કે, સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્તમાં સુધારો કરી હવે મ્યુનિ. પોતે જ સ્વિમિંગ પૂલનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરના મકરબા ખાતે નવ નિર્મિત સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમને પીપીપી ધોરણે ચલાવવા આપવા માટે અગાઉ એક દરખાસ્ત તૈયાર કરી મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જોકે આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ અટકાવી દીધી છે. હવે પછી મ્યુનિ.પોતે જ સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમનું સંચાલન કરશે. તેની ફીનું ધોરણ સહિતની બાબતો મ્યુનિ. દ્વારા નક્કી કરવામાં આવી છે. જેથી હવે તે ફીના ધોરણ પ્રમાણે જ વસૂલી લઇને લોકોને સેવા આપવામાં આવશે. પીપીપી મોડલ પર ખાનગી કોન્ટ્રાક્ટરને આ સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમનું સંચાલન સોંપવાની પેરવી ઉંધી પડી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ માટે પીપીપી ધોરણે સ્વિમિંગ પૂલ ચલાવવાની દરખાસ્ત રજૂ થઈ હતી.જેમાં રિક્રીએશનની ખુલ્લી જગ્યામાં નાની ગેધરિંગ પાર્ટી અને ટુનાર્મેન્ટનું આયોજન કરી શકવાની પણ મંજુરી આપવામાં આવી હતી, હવે તમામ સંચાલન મ્યુનિ. દ્વારા જ કરાશે.