Site icon Revoi.in

ડેન્ગ્યુના કહેર વચ્ચે દિલ્હીમાં Swine flu ની એન્ટ્રી ! છેલ્લા 60 દિવસમાં સંક્રમણના કેસોમાં 44 ગણો વધારો

Social Share

દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના કહેર વચ્ચે હવે Swine flu ના કેસો સામે આવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે છેલ્લા 60 દિવસમાં રાજધાનીમાં 44 ગણા  દર્દીઓ વધ્યા છે, જેને લઈને સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કારણ કે આ તમામ રોગોના પ્રારંભિક લક્ષણો પણ લગભગ સરખા જ દેખાય છે. આવી સ્થિતિમાં દર્દીઓની સમયસર તપાસના અભાવે હોસ્પિટલોમાં પણ ગંભીર કેસ વધવા લાગ્યા છે. સાથે જ નિષ્ણાતોનું કહેવું છે કે,આ સિઝનમાં Swine flu ના કેસમાં વધારો થાય છે. આ જોતા લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.

ખરેખર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળના સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) એ 30 સપ્ટેમ્બર સુધીની સ્થિતિ અંગે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, જુલાઈ મહિનામાં દિલ્હીમાં અત્યાર સુધી માત્ર 2 Swine flu ના કેસ નોંધાયા હતા, પરંતુ હવે તેમની સંખ્યા વધીને 88 થઈ ગઈ છે.

જો કે આ સમયગાળા દરમિયાન કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. આ મામલામાં દિલ્હી દેશમાં બીજા ક્રમે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર Swine flu ના કેસો આવી રહ્યા છે, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કેસ ઘણા ઓછા છે.