- કેરળમાં સ્વાઈન ફ્લૂની દસ્તક
- 2 જૂડવા બેહનો સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવતા એકનું મોત
જ્યાં દેશભરમાં કોરોનાના કેસો સામાન્ય સ્તરે વધતા જોવા મળ્યા છે ત્યા દેશના રાજ્યમાં હવે સ્વાઈન ફ્લૂની એન્ટ્રી થઈ ચૂકી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળના કોઝિકોડ જિલ્લાની 12 વર્ષની બાળકીનું H1N1ને કારણે મોત થયું છે. જો કે આ મૃત્યુની જાણ રવિવારે કરવામાં આવી હતી, પરંતુ લેબોરેચટરીમાંથી તેના નમૂનાઓ આવ્યા પછી, તે વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.
જાણકારી પ્રમાણે આ મૃત્યપ પરામનાર જૂડવા બહેનો છે, તેની બીજી બહેન પણ અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોએ જણાવ્યું કે મૃતક બાળકી અને તેની જોડિયા બહેન પડોશી રાજ્યોમાંથી પાછા ફર્યા હતા, એમ પણ કહ્યું કે તબીબી તપાસમાં પુષ્ટિ થઈ છે કે મૃત્યુ H1N1 ના કારણે થયું છે. જો કે હાલ મૃતકની જોડિયા બહેનની હાલત સ્થિર છે.
આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, બન્ને બાળકીઓને ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થમાં ખસેડવામાં આવે તે પહેલા થોડા દિવસો પહેલા કોયલંદી તાલુકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રાજ્યમાં H1N1 ના કેટલાય પોઝિટિવ કેસ નોંધાયા છે. H1N1 ફ્લૂ, સામાન્ય રીતે સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખાય છે