Site icon Revoi.in

ઉત્તરાખંડમાં સ્વાઈન ફિવરની એન્ટ્રી, 192 સુવરોના મોત – સતર્ક રહેવા તમામ જીલ્લાઓને આદેશ

Social Share

દહેરાદૂન – દેશભરમાં એક તરફ કારોનાનો પ્રકોપ વર્તાી રહ્યો છે ત્યારે હવે ઉત્તરાખંડમાં સ્વાઈન ફીવરનો કહેર વર્તાયો છે એહી સ્વાઈન ફિવરે એન્ટ્રી કરી છે. રાજ્યના પૌરી અને દેહરાદૂન જિલ્લામાં અત્યાર સુધીમાં 192 સુવોરવા મોત થયા છે. 

આ બાબતે ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ બરેલી અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝ ભોપાલને મોકલવામાં આવેલા સેમ્પલમાં સ્વાઈન ફીવરની પુષ્ટિ થઈ છે. પશુપાલન વિભાગ દ્વારા તમામ જિલ્લાઓને સતર્કતા અને નિવારણ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

રાજ્યના અલ્મોડા જિલ્લામાં, સુવર મૃત્યુ વિભાગે તપાસ માટે નમૂના મોકલ્યા હતા, પરંતુ તેમાં સ્વાઈન ફીવરની પુષ્ટિ થઈ નથી. વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોક્ટરોની ટીમો સતત દેખરેખ રાખી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે સ્વાઈન ફીવરની બીમારી આફ્રિકન દેશોમાંથી આવી છે. અત્યાર સુધી આ રોગને રોકવા માટે કોઈ રસી કે દવા નથી. જો સુવરમાં આ રોગ જોવા મળે છે, તો તેને બચાવવું મુશ્કેલ છે. રોગને ફેલાતો અટકાવવામાં આવે છે. આ માટે વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

સ્વાઈન ફીવરથી પ્રભાવિત વિસ્તારના એક કિલોમીટરના એરિયાને ચેપગ્રસ્ત ઝોન તરીકે જાહેર કરાયો છે. જ્યારે 10 કિમી સુધીના વિસ્તારને સર્વેલન્સ ઝોનમાં રાખવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સુવરને લાવવા લઈ જવા પર  પ્રતિબંધ રાખવામાં આવ્યો  છે.  પૌરી જિલ્લામાં સ્વાઈન ફીવરને કારણે 91 અને દેહરાદૂન જિલ્લામાં 101 સુવરના મૃત્યુ થયા છે.