દિલ્હી:સીરિયાના વિદેશ મંત્રી ડૉ. ફૈઝલ મેકદાદ પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા અને તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે અનેક મહત્વપૂર્ણ બાબતો પર વાતચીત કરી.સીરિયાના વિદેશ મંત્રીએ તેમની ભારત મુલાકાત પર ભારતની પ્રશંસા કરી હતી.ડૉ. ફૈસલે કહ્યું કે,જ્યારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં વર્ષ 2013, 2014 અને 2015માં સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા હતા, ત્યારે ભારતીય દૂતાવાસ જ એક હતું જેમાં તમામ કામકાજ સામાન્ય દિવસોની જેમ ચાલી રહ્યું હતું.
સીરિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે,દિલ્હીથી દમાસ્કસની ફ્લાઈટનું અંતર માત્ર ચાર કલાકનું છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે બંને કેટલા નજીક છે. આવી સ્થિતિમાં સીરિયા માટે જે ખતરનાક છે તે ભારત માટે પણ છે. ડૉ.ફૈસલે કહ્યું કે ભારત અને સીરિયા બંને ધર્મનિરપેક્ષ દેશો છે. બંને દેશ લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે.
સીરિયાના વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું, “અમે સમજીએ છીએ કે,નાગરિકો અને લોકશાહીના પાયા પર બનેલા મજબૂત સંબંધો સદીઓ સુધી ટકી રહે છે.” સીરિયાના લોકોમાં ભારતીયો માટે ઘણું સન્માન છે. અને હું જ્યાં જાઉં છું ત્યાં ભારતીયો પણ અમારું સન્માન કરે છે.