Site icon Revoi.in

યુપીમાં કોરોનાને લઈને તંત્ર સતર્ક – લખનૌ આવતા લોકોનું રેલ્વે સ્ટેશન અને ટોલ પ્લાઝા પર થશે ટેસ્ટિંગ

Social Share

લખનૌઃ- સમગ્ર દેશમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર તદ્દન નબળી પડી હતી ત્યા જ બીજી તરફ કોરોનાના કેસોમાં કેટલાક રાજ્યોમાં વધારો નોઁધાયો છે જેને લઈને ફરીથી અનેક રાજ્યોના તંત્ર એલોર્ટ મોડમાં જોવા મળી રહ્આ છએ જેમાં ખઆસ કરીને ઉત્તરપ્રદેશની સરકારે કોરોનાને લઈને ફરીથી ટેસ્ટિંગ શરુ કર્યું છે.

રાજ્યમાં વધતા જતા કેસોને  ધ્યાનમાં લેતા લખનૌ જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. મુખ્યમંત્રીની સંપૂર્ણ તકેદારી રાખવાની સૂચનાને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે આગ્રા એક્સપ્રેસ વેના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ અને લખનૌ ટોલ પ્લાઝા પર ટીમો મૂકીને કોરોના તપાસ કરવાનો આદેશ જારી કર્યો છે. 

આ સાથે જ તેમણે કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે, જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશે રવિવારે અધિકારીઓને કોરોના પર અસરકારક નિયંત્રણ માટે 12 થી 14, 15 થી 17 અને 18 વર્ષથી વધુ વયના વ્યક્તિઓના રસીકરણ માટે સઘન ઝુંબેશ ચલાવવાના આદેશ પણ આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ યુપીની શાળાના બાળકો સંક્રમિત મળી આવ્યા હતા જેને લઈને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે.

કોરાનાને લઈને ટેસ્ટિંગમાં કરાશે વધારો

આ સાથે જ હવેથી સામુહિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતી શાળાઓનો ઝોન બનાવીને રસીકરણ કરવામાં આવશે. કોરોના પ્રભાવિત વિસ્તારો હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને NCRથી ​​આવતા મુસાફરોનું પરીક્ષણ કરવાનો નિર્ણય લેવાયો છે

બીજી તરફ ખાસ કરીને તમામ બેંકો, વીમા નાણાકીય વ્યવસ્થાપન સંસ્થાઓ અને વિદેશ પ્રવાસ કરતા પ્રવાસીઓનું વિશેષ પરીક્ષણ કરવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, મેડિકલ યુનિવર્સિટીઓ, ફેકલ્ટીમાં ફોકસ સેમ્પલિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.લખનૌમાં RTPCRનો પોઝિટીવીટી રેટ 0.34 થયા બાદ, જિલ્લા મેજિસ્ટ્રેટે કોવિડની તપાસ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવાની સુચના અપાઈ હતી.આજરોજ સોમવારે ખાનગી નર્સિંગ હોમ અને હોસ્પિટલની બેઠક પણ યોજાનાર છે.ત્યારકે હવે યુપી કોરોનાને લઈને સર્કત બની રહ્યું છે.