- દિલ્હીમાં પ્રદુષણને લઈને કડક નિયમો લાગૂ
- આવતી કાલથી પ્રાઈમરી શાળાઓ બંધ રહેશે
- 50 ટકા કર્મચારીઓ ઘરેથી કરશે કામ
- એક્યૂઆઈ 400ને પાર પહોંચ્યો
દિલ્હીઃ- તાજેતરમાં દેશની રાજધાની દિલ્હી ચારેતરફ ચર્ચામાં આવ્યું છે અને તેનું કારણ છે વધતુ જતુ વાયુ પ્રદુષણ, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની હવા એટચલી પ્રદુષિત બની છે કે લોકોને શઅવાસ લેવું મુશ્કેલ બન્યું છે તો સાથે શ્વાસના દર્દીઓનની મુશ્કેલી ઓ વધી રહી છે,દિલ્હી સરાકરે નિર્માણકાર્ય. પર રોક લગાવી છે તો સાથએ જ ડિઝલથી ચાલતા વાહનો પર પ્રતિંબધ રાખ્યો છે જો કે આ તમામ પ્રયત્નો છત્તા દિલ્હીમાં પ્રુષણનું લેવલ વધતુ જ જઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગહત પ્રમાણે વધતા જતા પ્રદુષણને લઈને હવે દિલ્હીમાં કડક નિયમો લાદવામાં આવ્યા છે.દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અંતિમ તબક્કાના ભાગ રૂપે કેન્દ્રની એર ક્વોલિટી કમિટી દ્વારા ભલામણ કરાયેલ પ્રતિબંધોને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
આ સાથે જ હવે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ જાણકારી આપતા જણાવ્યું છે કે દિલ્હી સરકારે પ્રદૂષણ વિરોધી પગલાંના અમલીકરણની દેખરેખ માટે એક સમિતિની રચના કરી છે. તેમજ દિલ્હી સરકારના 50 ટકા કર્મચારીઓ ‘વર્ક ફ્રોમ હોમ’ કરશે, ખાનગી ઓફિસોને પણ આનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
આવતી કાલથી દિલ્હીમાં લાગૂ થશે આ નિયમો
દેશની રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણ સ્તરને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક સ્તર સુધીની તમામ શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.દિલ્હીના હોટસ્પોટ્સ પર વાયુ પ્રદૂષણને તપાસવા માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.રેવન્યુ કમિશનર બજારો અને કચેરીઓ માટે સમયમર્યાદા યોજના તૈયાર કરશે.આ સાથે જ દિલ્હી સરકારના 3.50 ટકા કર્મચારીઓએ ઘરેથી કામ કરવું જોઈએ, ખાનગી ઓફિસોને પણ આ નિયમનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.દિલ્હી સરકારે પ્રદૂષણ વિરોધી પ્રતિબંધોના અમલીકરણની દેખરેખ માટે 6 સભ્યોની પેનલની રચના કરી છે.