1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં 8 મહાપાલિકાના કમિશનર અને મેયર વચ્ચે T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ શનિવારથી યોજાશે
અમદાવાદમાં 8 મહાપાલિકાના કમિશનર અને મેયર વચ્ચે T-20  ક્રિકેટ ટૂર્નામેન્ટ શનિવારથી યોજાશે

અમદાવાદમાં 8 મહાપાલિકાના કમિશનર અને મેયર વચ્ચે T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ શનિવારથી યોજાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ગુજરાતની અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકાના કમિશનર અને મેયરની ક્રિકેટ ટીમો વચ્ચે T-20 ડે-નાઈટ ટુર્નામેન્ટનો તા.27મીને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવાશે. આઠેય મહાનગરપાલિકાના મેયરો વચ્ચેની મેચો નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જ્યારે કમિશનરોની ટીમની મેચો ગુજરાત કોલેજના એલિસબ્રિજ ‘B’ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન T-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન AMCના યજમાનપદે કરવામાં આવ્યું છે. દર વર્ષે જુદા-જુદા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે મેચ યોજાતી હોય છે. કાલે તા. 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અને ગુજરાત કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર મ્યુ. કોર્પોરેશન  T-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.

અમદાવાદના મેયર પ્રતિભા જૈનએ જણાવ્યું હતું કે,  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા ચાલુ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 8 મ્યુનિસિપલ કોર્પોરેશન કે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર, જામનગરની મેયર તથા કમિશનરની ટીમો ભાગ લેશે. કુલ 16 જેટલી ટીમો વચ્ચે 7-7 એમ કુલ 14 મેચો રમશે. 27મી જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના કેપ્ટન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલ છે. પૂર્વ મેયર કિરીટ પરમાર સહિતના 18 કોર્પોરેટરો આ ટીમોમાં ભાગ લેશે. આઠેય મહાનગરપાલિકાના મેયરો વચ્ચેની મેચો નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જ્યારે કમિશનરોની ટીમની મેચો ગુજરાત કોલેજના એલિસબ્રિજ ‘B’ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટમાં રમાનાર મેયર તથા કમિશનરની ટીમોની ફાઇનલ મેચમાં ચેમ્પિયન, રનર્સ અપ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલર તેમજ દરેક મેચ પૂર્ણ થયા બાદ મેન ઓફ ધ મેચ, જેવી ટ્રોફી તેમજ તમામ ટીમોના ખેલાડીઓને પ્રમાણપત્ર, મેડલ તેમજ ગીફટ હેમ્પર આપવામાં આવશે. નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ફાઈનલ મેચ પૂર્ણ થયા બાદ ચેમ્પિયન ટ્રોફી, રનર્સઅપ ટ્રોફી તેમજ મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલરની ટ્રોફી આપવા સાથે સમાપન સમારંભ યોજવામાં આવશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ટીમોને રહેવા, ભોજન માટે તેમજ અમદાવાદ દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code