T-20 વર્લ્ડકપઃ કેપ્ટન કોહલીએ મેચ પેહલા પાકિસ્તાની ટીમ ઉપર પ્રેશર બનાવવાની કરી શરૂઆત
દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનની સામે ટી-20 મેચ પહેલા જ માઈન્ડગેમ રમી છે. તેમણે મેચનું દબાણ અને પ્લાનિંગનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્ટેડિમનો માહોલ જરૂર લગ હશે પરંતુ અમારા માઈન્ડસેટ અને તૈયારીઓમાં કોઈ ફેરફાર કરાયો નથી.
24મી ઓક્ટોબરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી મેચને લઈને વિરાટ કોહલીએ કહ્યું હતું કે, પાકિસ્તાનની ટીમ ટેલેન્ટેડ છે. તેમની સામે હંમેશા મેચ પડકારો ભરેલી રહે છે. અમે સારી ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. પ્લેઈંગ ઈવલેવનને લઈને પૂછેલા સવાલ ઉપર તેમણે કહ્યું હતું કે, પ્લેઈંગ ઈલેવન અંગે અત્યારે ના કહી શકું, પરંતુ અમારી ટીમ સમતુલિત હશે.
ભારત પાકિસ્તાનની મેચ હોય અને એ પણ વર્લ્ડકપની તો બંને ટીમોની ખાસ રણનીતિ હોય, પરંતુ આ મુકાલબા માટે ટીમ ઈન્ડિયાએ કોઈ ખાસ પ્લાનિંગ કર્યું નથી. તેમણે કહ્યું કે, પરિસ્થિતિ જુદી છે પરંતુ પાકિસ્તાન સામેની મેચને લઈને કોઈ અલગ પ્લાનિંગ કરવામાં નથી આવ્યું. આમ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઈશારામાં જ કહી દીધું કે અમે પાકિસ્તાનને વધારે મહત્વ નથી આપતા. પાકિસ્તાનની ટીમ અન્ય દેશની ક્રિકેટ ટીમ સમાન જ છે. એટલું જ નહીં આ મેચ પણ અન્ય મેચ સમાન જ છે. આમ કહીને વિરાટ કોહલીએ પાકિસ્તાનની ટીમ સાથે માઈન્ડગેમ રમી છે અને મેચનું પ્રેશર પાકિસ્તાન તરફ ધકેલવાનો પ્રયાસ કર્યો છે.
બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ભારત સામેની મેચમાં 12 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. બાબર આઝમ ટીમની આગેવાની કરી રહ્યાં છે. એટલું જ નહીં સિનિયર ઓલરાઉન્ડર શોએબ મલિકને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં પાંચ વાર ટક્કર થઈ છે. વર્લ્ડકપની આ તમામ મેચમાં ભારતની જીત થઈ છે. વર્ષ 2007માં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમે કેપ્ટન એમએસ ધોનીની આગેવાનીમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
(Photo- BCCI)