મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024નો લીગ સ્ટેજ પૂરો થયાના એક દિવસ બાદ T20 વર્લ્ડ કપ માટે 21 મેના રોજ યુએસ જવા રવાના થશે. જે ખેલાડીઓ IPL પ્લે-ઑફ માટે ક્વોલિફાય કરનારી ટીમોનો ભાગ નહીં હોય તેઓ પ્રથમ બેચ સાથે પ્રવાસ કરશે, જેમાં રાહુલ દ્રવિડના સપોર્ટ સ્ટાફના તમામ સભ્યોનો સમાવેશ થાય છે. બીજી બેચ 26 મેના રોજ IPL ફાઇનલ પૂર્ણ થયા બાદ યુએસ જશે.
ટીમ ન્યૂયોર્ક જશે, જ્યાં તે 5 જૂન (વિરૂદ્ધ આયર્લેન્ડ), 9 જૂન (પાકિસ્તાન વિરુદ્ધ) અને 12 જૂન (વિરુદ્ધ યજમાન યુએસએ) ત્રણ લીગ મેચો રમશે. પ્રારંભિક યોજના ન્યૂયોર્કમાં શિબિર સ્થાપવાની છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મેનહટનથી 30 કિમી દૂર નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સુવિધાઓ ગોઠવી રહી છે. ટીમ માટે અંદાજે છ ડ્રોપ-ઇન પ્રેક્ટિસ પીચો હશે. BCCIએ સોમવારે ICC T-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં રિષભ પંત અને સંજુ સેમસનની વાપસી થઈ છે, જ્યારે કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી નથી.
ICC T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ. સિરાજ.