1. Home
  2. ગુજરાતી
  3. ભાજપ સાથે સીધી ટક્કરવાળી બેઠકો પર INDIA ગઠબંધનની રાહ આસાન નથી, જાણો ક્યાં રાજ્યની કેવી છે સ્થિતિ?
ભાજપ સાથે સીધી ટક્કરવાળી બેઠકો પર INDIA ગઠબંધનની રાહ આસાન નથી, જાણો ક્યાં રાજ્યની કેવી છે સ્થિતિ?

ભાજપ સાથે સીધી ટક્કરવાળી બેઠકો પર INDIA ગઠબંધનની રાહ આસાન નથી, જાણો ક્યાં રાજ્યની કેવી છે સ્થિતિ?

0
Social Share

નવી દિલ્હી: દેશમાં ઘણી એવી બેઠકો છે, જેના પર કોંગ્રેસ અને ભાજપનો સીધો મુકાબલો થવાનો છે. ગત બે લોકસભા ચૂંટણીમાં વિપક્ષને આ બેઠકો પર ભાજપની સામે શિકસ્ત મળી છે. આ વખતે કોંગ્રેસ ગઠબંધનની કોશિશ છે કે મુકાબલો ભલે સીધો થાય, પરંતુ ઉમેદવારોને તમામ સહયોગી પક્ષોનો પુરો સહયોગ મળે. ઉમેદવારોની પસંદગીમાં પણ આવી રણનીતિ અપનાવાય રહી છે, જેનાથી સીધા મુકાબલાવાળી બેઠકો પર ચૂંટણી એકતરફી થતી રોકવામાં આવે.

વિપક્ષી દળોનું માનવું છે કે બાજપની સાથે સીધી ટક્કરનો લાભ માત્ર મતોના ધ્રુવીકરણથી મળે છે. માટે વારંવાર સત્તાપક્ષ દ્વારા એવા મુદ્દાઓને ઉછાળાય રહ્યા છે, જેનાથી મુકાબલો દ્વિધ્રુવીય બની જાય. વિપક્ષ મુસ્લિમ તુષ્ટિકરણના આરોપથી બચવા માટે જનતા સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવી રહ્યું છે.ભાજપની ખામીઓને ઉજાગર કરવાની સાથે જ પોતાની ગેરેન્ટીને મોદીની ગેરેન્ટીના મુકાબલે રજૂ કરી રહ્યો છે. દરેક વર્ગ માટે લોભામણા વાયદા કરાય રહ્યા છે.

જાણકારો જણાવે છે કે આ બેઠકો પર ઉમેદવારોની પસંદગીની સાથે જ ઘણાં મુદ્દાઓના કોકટેલ પાર્ટીઓને આશાઓને વધારી કે ઘટાડી રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ યુપીમાં સમાજવાદી પાર્ટી, દિલ્હીમાં આમ આદમી પાર્ટી, બિહારમાં આરજેડી અને તમિલનાડુમાં ડીએમકેની સાથે મળીને ચૂંટણીનો મુકાબલો કરી રહી છે. ગઠબંધન છતાં ઘણાં રાજ્યોમં ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર છે.

રાજસ્થાન અને આસામમાં તકની તલાશ-

રાજસ્થાનમાં ભાજપ મજબૂત જરૂર દેખાય રહય્ છે. પરંતુ નવા મુખ્યમંત્રીની સાથે ભાજપના આંતરીક સમીકરણો બદલાયા છે. જેને કોંગ્રેસ પોતાના માટે પુરતા રાજકીય અવસરો તરીકેજોઈ રહી છે. આસામમાં રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાથી દમખમ જરૂર દેખાડયો છે. પરંતુ તેની લોકસભા ચૂંટણી પર શું અસર થશે, તે જોવું પડશે.

મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ખાતું ખોલાવવા માંગશે કોંગ્રેસ –

ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મધ્યપ્રદેશમાં એકપણ બેઠક જીતવામાં સફળતા મળી ન હતી. તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગર્સને હારનો સામનો કરવો પડયો હતો. ગત બે ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી. આ વખતે અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે, તેની કેટલી અસર થશે તેના પર સૌની નજર છે.

દિલ્હીમાં સીધો મુકાબલો-

દિલ્હીમાં પણ સાત બેઠકો પર આ વખતે સીધો મુકાબલો થશે, કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ભાજપની સામે લડશે. જાણકારોનું કહેવું છે કે સીધા મુકાબલામાં ભાજપની પહેલા જેવી બઢતનો મુકાબલો વિપક્ષની સ્થિતિમાં મત પ્રતિશત અથવા પરિણામોની દ્રષ્ટિથી સુધારાના દ્વાર ખોલે તેવી સંભાવના છે.

છત્તીસગઢ-હરિયાણામાં આશા-

છત્તીસગઢમાં તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી, પરંતુ અહીં પાર્ટીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સહીત કેટલાક વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારીને પોતાની આશા બનાવી રાખી છે. હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આના સંદર્ભે આશા છે કે તેઓ સાથે મળીને કેટલીક બેઠકો જીતી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code