Site icon Revoi.in

T20 World Cup 2021: વિશ્વકપનું સંપૂર્ણ શેડ્યુલ આજે જાહેર થશે

Social Share

મુંબઈ : 17 ઓક્ટોબરથી શરૂ થનારી ટી 20 વર્લ્ડનું સંપૂર્ણ શેડ્યુલ મંગળવારે ભારતીય સમયાનુસાર 10:30 વાગ્યે જાહેર કરવામાં આવશે. વર્લ્ડ કપની તારીખો પહેલાથી જ નક્કી થઈ ગઈ હતી, પરંતુ સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું ન હતું. વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે બીસીસીઆઈએ તેને યુએઈમાં શિફ્ટ કરી દીધો. ICC એ નક્કી કરી લીધું છે કે કઈ ટીમ કયા ગ્રુપમાં હશે. ભારત અને પાકિસ્તાનને એક જ જૂથમાં રાખવામાં આવ્યા છે.

ટી 20 વર્લ્ડ કપનું આયોજન 17 ઓક્ટોબર થી 14 નવેમ્બર સુધી ઓમાન અને યુએઈમાં યોજાશે. આઠ દેશોની ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ 23 સપ્ટેમ્બરથી રમાશે. તેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની ટીમો પણ સામેલ છે. આમાંથી ચાર ટીમો સુપર -12 તબક્કા માટે ક્વોલિફાય થશે. ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાવાની હતી, પરંતુ કોરોનાની સ્થિતિને કારણે ICC એ તેને UAE માં શિફ્ટ કરી દીધી. પરંતુ ભારત આ ટુર્નામેન્ટનું યજમાન રહેશે.

ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ 2 માં છે. આ ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો પણ છે. તો, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝને સુપર -12 ના ગ્રુપ -1 માં રાખવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં છ ટીમો હશે. ગ્રુપની અન્ય ટીમો વર્લ્ડ કપના ક્વોલિફાયર રાઉન્ડના પરિણામો દ્વારા નક્કી કરવામાં આવશે.