Site icon Revoi.in

ટી20 વિશ્વકપઃ શનિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે ફાઈનલ, ઈંગ્લેન્ડને ભારતે હરાવ્યું

Social Share

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલા T20ના રોમાંચક સેમી ફાઇનલના મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને 68 રને હરાવીને દબદભાબેર ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો છે. ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 171 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 57 રન અને સૂર્યકુમાર યાદવે 47 રન કર્યા હતા, જ્યારે અક્ષર પટેલ અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. શનિવારે રમાનારી ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.

ટી20 વિશ્વકપ હવે અંતિમ તબક્કામાં પ્રવેશ્યું છે. ગઈકાલે પ્રથમ સેમિ ફાઈનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને પરાજીત કર્યું હતું. તેમજ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય સમય અનુસાર ગઈકાલે સાંજના બીજી સેમિફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. મેચ દરમિયાન એકાદવાર વરસાદનું વિઘ્ન નડ્યું હતું. જો કે, આ સેમીફાઈનલ પુરી રમાઈ હતી. પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્મા, સુર્યાકુમાર યાદવ અને વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાની વિસ્ફોટક બેટીંગની મદદથી 171 રનનો પહાળ ઉભો કર્યો હતો. બીજી બેટીંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. જો કે, ચોથી ઓવરમાં અક્ષર પટેલની ઓવરમાં બટલરની વિકેટ ગયા બાદ ઈંગ્લેન્ડની ટીમ ભારતીય બોલરોની સામે લાંબુ ટકી શકી ન હતી. ભારતીય ટીમના સ્પીનર અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3-3, બુમરાહ તથા અર્શદીપે એક-એક વિકેટ મેળવી હતી.