Site icon Revoi.in

T20 વર્લ્ડકપ: ICCએ સેમિફાઇનલ માટે અમ્પાયરોની જાહેરાત કરી

Social Share

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે રાત્રે ICC T20 વર્લ્ડકપ 2024 સેમિફાઇનલ માટે મેચ અમ્પાયરોની જાહેરાત કરી છે. ક્રિસ ગેફની અને રોડની ટકર 27 જૂને ગુયાનામાં ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં અધિકૃત રહેશે. જોએલ વિલ્સન ટીવી અમ્પાયર હશે, જ્યારે પોલ રીફેલ 27 જૂને ગયાનામાં ચોથા અમ્પાયર તરીકે હાજર રહેશે.

અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી પ્રથમ સેમિફાઇનલમાં રિચર્ડ ઇલિંગવર્થ અને નીતિન મેનન ઓન-ફિલ્ડ અમ્પાયર હશે, રિચર્ડ કેટલબોરો ટીવી અમ્પાયર હશે, જ્યારે અહેસાન રઝા ચોથા અમ્પાયર હશે.

અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે DLS દ્વારા ઐતિહાસિક આઠ રનની જીત સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો, અફઘાનિસ્તાનની જીતે ઓસ્ટ્રેલિયાને સુપર 8માંથી બહાર ફેંકી દીધું. પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન 26 જૂન (સ્થાનિક સમય) બુધવારે ત્રિનિદાદમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. સાઉથ આફ્રિકાએ ગ્રૂપ 2માં ટોચ પર રહીને સુપર આઠ સ્ટેજ પૂરો કર્યો.