Site icon Revoi.in

ટી-20 વર્લ્ડ કપ – ભારત પાકિસ્તાન મેચ સામે આજે દરેકની નજર, આતુરતાથી જોવાઈ રહી છે રાહ

Social Share

 

દિલ્હીઃ- ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી ઈન્ડિયા-પાકિસ્તાન વચ્ચે રમાનારી ટી 20 વર્લ્ડકપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ફાઈનલી આજે દર્શકોના ઈંતઝારનો અંત આવશે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના પોલિટિક તણાવને કારણે ભારત અને પાકિસ્તાન બંને બાજુના ક્રિકેટ પ્રેમીઓ માટે આ કટ્ટર હરીફોની ટક્કર જોવાની તક છે. આજરોજ રવિવારે T20 વર્લ્ડ કપમાં બંને ટીમો પાંચ વર્ષ પછી સામસામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે વનડે વર્લ્ડ કપમાં છેલ્લો મુકાબલો જૂન 2019 માં થયો હતો.

આ સાથે જ 14 વર્ષ પહેલા ટી 20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જે બાદ ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં તમામ પાંચ મેચ જીતી પોતાના નામે કરી છે. આ વખતે ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીના હાથમાં છે પરંતુ ધોની એક માર્ગદર્શક તરીકે ટીમ સાથે જોડાયેલો જોવા મળશે .ત્યારે હવે ઈનિડિયાના દર્શકો આતુરતાથી આ મુકાબલાનો ઈતંઝાર કરી રહ્યા છે.દરેકની મજર આ મેચ પર મંડળાયેલી છે.

વિતેલા આંકડાઓ ભારતના શ્રષ્ઠ પ્રદર્શનના પુરાવા આપે છે, પરંતુ તેમ છતાં કોહલી અને કંપની બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી પાકિસ્તાનની ટીમને હળવાશથી લેશે નહીં. દિગ્ગગજોનું આ બાબતે માનવું છે કે T20 એક એવું ફોર્મેટ છે જ્યાં એક ખેલાડી પણ ચોક્કસ દિવસે રમતને ફેરવી શકે છે. ખેલાડીઓ કહી શકે છે કે તેમના માટે તે અન્ય મેચની જેમ છે, પરંતુ દર્શકો માટે, આ મેચ હાઇ વોલ્ટેજ બની જાય છે.ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડ કપની 12 મેચોમાં 08 વખત ટોસ જીત્યો છે પ્રથમ બેટિંગ કરીને 07 મેચ જીતી છે, ભારતે પ્રથમ બેટિંગ કરી જે મેચ ટાઈમાં સમાપ્ત થઈ