Site icon Revoi.in

T20 વર્લ્ડકપ: દક્ષિણ આફ્રિકાએ સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું, વેસ્ટ ઈન્ડિઝ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું

Social Share

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8ની પ્રથમ મેચ 24 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ જીત નોંધાવી હતી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડકપની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

ICC T-20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 મેચની 10મી મેચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે સાઉથ આફ્રિકાને 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, વરસાદને કારણે ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ત્રણ ઓવર ઘટાડવામાં આવી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાને 17 ઓવરમાં 123 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 16.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી કરી લીધો હતો. આ જીત સાથે જ સાઉથ આફ્રિકા સુપર-8ના ગ્રૂપ-2માં ટોપર રહીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે યજમાન વેસ્ટ ઈન્ડિઝ સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે.

અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં લીગ રાઉન્ડમાં જ ભારે અપસેટ જોવા મળ્યો હતો. લીગ રાઉન્ડમાં જ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જેવી ટીમો બહાર થઈ ગઈ હતી. જ્યારે અમેરિકાએ અપસેટ સર્જીને સુપર એઈટમાં પ્રવેશ કર્યો હતો. હવે સુપર એઈટમાં પણ જોરદાર અપસેટ જોવા મળ્યો છે. આ વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝને પણ દાવેદાર ટીમ માનવામાં આવતી હતી. જો કે, આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ બહાર ફેંકાઈ ગયું છે.