નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડ કપ 2024માં હવે વધારે દિવસો બાકી રહ્યા નથી. 5 મહિના પછી આ ટૂર્નામેંન્ટના ધૂમ-ધડાકા શરૂ થશે. જલ્દી તેનું શિડ્યુલ આવી જશે. ભરતીય ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. ભારત- પાકિસ્તાનની ટી20 વર્લ્ડ કપ મુકાબલાની તારીખ 9 જૂનના રોજ નક્કી કરવામાં આવશે.
એક રિપોર્ટ મુજબ દાવો કરવામાં આવ્યો છે કે, 4 જૂને શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 5 જૂને રમશે. આ દિવસે આયર્લેન્ડ સામે રમશે. 9 જૂને ટીમ ઈન્ડિયા તેના કટ્ટર હરિફ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાના ત્રણ મુકાબલા ન્યૂયોર્કમાં થવાની સંભાવના છે.
ટી20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લેશે. અહીં 5-5 ટીમોના ચાર ગ્રુપ હશે. દરેક ગ્રુપ માથી ટોપ-2 ટીમો સુપર-8 સ્ટેજમાં પહોંચશે. ચાર-ચાર ટીમોના બે ગ્રુપ હશે. દરેક ટીમ પોતાના ગ્રુપની ટીમ જોડે એક- એક મેચ રમશે. એટલે કે આ સ્ટેજમાં દરેક ટીમના હિસ્સામાં ત્રણ-ત્રણ મેચ આવશે. એના પછી ટોપ-2 ટીમો સેમીફાઈનલમાં પહોંચશે.
5 જૂન: ભારત – આયર્યેન્ડ (ન્યૂયોર્ક)
9 જૂન: ભારત – પાકિસ્તાન (ન્યૂયોર્ક)
12 જૂન: ભારત – યૂએસએ (ન્યૂયોર્ક)
15 જૂન: ભારત – કેનેડા (ફ્લોરિડા)
વેસ્ટ ઈન્ડિઝ અને યૂએસએ ને ટી20 વર્લ્ડ કપ 2024ની યજમાની મળી છે. આ આખી ટૂર્નામેન્ટ આ બંન્નેની સંયુક્ત હોસ્ટિંગ હેઠળ રમાશે. આઈપીએલ પછી તા. 4 જૂનથી 30 જૂન વચ્ચે આ વર્લ્ડ કપની તમામ મેચ રમાશે. એપ્રિલમાં આ માટે ટીમો પોતાની ટીમોની જાહેરાત કરવાનું શરૂ કરશે.