Taarak Mehta Ka Ooltah Chashmah:પત્રકાર પોપટલાલ સ્પેશિયલ સિરીઝ દ્વારા મેકર્સએ પત્રકારોને કર્યું સલામ
- તારક મહેતામાં પોપટલાલનો વિશેષ એપિસોડ
- આ એપિસોડ દ્વારા મેકર્સે પત્રકારોનું કર્યું સલામ
- શોએ અત્યાર સુધીમાં બનાવ્યા ઘણા રેકોર્ડ
મુંબઈ: સોની સબ ટીવીનો પ્રખ્યાત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકાર પોપટલાલ તેમના મિશન કલા કૌઆમાં સફળ થવા માટે સંપૂર્ણરીતે પ્રયાસ કરી રહ્યા છે. હકીકતમાં, તારક મહેતાની આ વાર્તા જાગૃત સમાજમાં પત્રકારો અને પત્રકારત્વના મહત્વ પર પ્રકાશ પાડતી હોય છે. શોમાં જ્યારે પત્રકાર પોપટલાલને કોરોના સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ અને ઉપકરણોના કાળાબજારીના સમાચાર મળે છે, ત્યારે તે તરત જ આ બાબતની તપાસ કરવાનું નક્કી કરે છે.
શરૂઆતથી જ પોપટલાલ જાણે છે કે, જે લોકોને તે બેનકાબ કરવા જઈ રહ્યા છે તે ખુબ જ વધુ ખતરનાક છે. તેમ છતાં તે લોકોની મજબૂરીનો લાભ લઈ રહેલા આ ગુનેગારોને બહાર કાઢવા માટે સ્ટિંગ ઓપરેશન કરવાનું નક્કી કરે છે. આ સમગ્ર મામલા દરમિયાન પોપટલાલનું પણ અપહરણ થાય છે પરંતુ આવતા એપિસોડમાં આપણે જોશું કે ગોકુલધામ સોસાયટીના પોલીસ ઈન્સ્પેક્ટર પાંડેની શોમાં એન્ટ્રી થઇ ચુકી છે અને તે જેઠાલાલ અને ચંપક ચાચા સાથે મળીને પોપટલાલની શોધખોળ હાથ ધરી છે.
મેકર્સે પત્રકારોને આપી શ્રદ્ધાંજલિ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના નિર્માતાઓનો દાવો છે કે, આ સ્પેશિયલ સિરીઝમાં તેઓએ પોતાની કોમેડીને જાળવી રાખીને એ બતાવવાની કોશિશ કરી છે કે,કેવી રીતે એક પ્રામાણિક પત્રકાર સત્યને શોધવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી દે છે. આ શો આવા પત્રકારોને સલામ કરી રહ્યો છે જેઓ આવી હિંમત બતાવે છે અને નાગરિકો અને રાષ્ટ્રના હિતમાં કાર્ય કરી પોતાનું જીવન સમર્પિત કરે છે.
શોએ અત્યાર સુધીમાં બનાવ્યા ઘણા રેકોર્ડ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશ્વનો સૌથી લાંબો ચાલતો ડેલી કોમેડી શો છે અને આ શોના મોટાભાગના પાત્રો ભારત અને અન્ય ઘણા દેશોમાં લોકપ્રિય છે. 2008 થી પ્રસારિત થતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તેના 13 માં વર્ષમાં છે અને આ શોમાં 3100 થી વધુ એપિસોડ આવ્યા છે. તે એકમાત્ર ભારતીય શો છે જે લાઇવ એક્શન, એનિમેશન અને બે અલગ અલગ પ્રાદેશિક ભાષાઓમાં ચાલી રહ્યો છે – જે તેલુગુ અને મરાઠીમાં ચાલી રહ્યો છે.