સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ખેડૂતો, બેરોજગારી અને મોંઘવારી પ્રચારનો મહત્વનો મુદ્દો
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂતોની સમસ્યા, બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો મહત્વનો રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ગુજરાતના ખેડૂતો આંદોલનમાં જોડાયા નથી. પરંતુ રાજ્ય સરકારની કામગીરીથી ખેડૂતોમાં નારાજગી હોવાનું […]