સુરત નજીક સિગ્નલ પોઈન્ટ જામ થતા રાજધાની સહિત 10 જેટલી ટ્રેનોને રોકવી પડી
સુરત: મુંબઈ-વડોદરા વચ્ચે ટ્રેનોનો સારોએવો ટ્રાફિક રહેતો હોય છે. સતત 24 કલાક ગુડઝ ટ્રેનોથી લઈને અનેક પેસેન્જર ટ્રેનો પસાર થતી હોય છે. ત્યારે સુરત નજીક સિગ્નલ પોઇન્ટ જામ થતાં 10 જેટલી ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર રોકવાની ફરજ પડી હતી. કીમ નજીક ટ્રેક પર ક્ષતિ સર્જાતા સમારકામ કરી સવા કલાક બાદ ટ્રેનો ફરી પૂર્વવત કરાઈ હતી. […]