જામનગરમાં પ્રસાદ આરોગ્યા બાદ 100 બાળકોને ફુડ પોઈઝનિંગ
ગણેશ મહોત્સવમાં મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ 100 બાળકોને ઝાડા ઉલટી, અસરગ્રસ્ત બાળકોને જી જી હોસ્પિટલ ખસેડાયા, 48 બાળકોને સારૂ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ જામનગર: હાપા વિસ્તારમાં એલગન સોસાયટીમાં ગણેશ મહોત્સવમાં ગુરૂવારની રાતે મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ 100 જેટલા માસુમોને ઝાડા-ઉલટી થતા ચકચાર મચી ગઈ હતી. અસરગ્ર્સ્ત બાળકોને જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. […]