ગુજરાતમાં ઉનાળુ પાકનું 11.25 લાખ હેક્ટરમાં વાવેતર, તલ,મગ અને શાકભાજીના વાવેતરમાં વધારો
ગાંધીનગરઃ ગુજરાતમાં રવિસીઝન બાદ ઉનાળુ સિઝનમાં પણ સારૂએવું વાવેતર થયું છે. રાજ્ય સરકારે ઉનાળુ વાવેતરનાં અંતિમ આંકડાઓ જાહેર કર્યા છે. આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 8 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2જી મે સુધીમાં કુલ 1125704 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષે 1041101 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. જેની સરખામણીએ આ વર્ષે 8 ટકાનો વધારો નોંધાયો છે. […]