અમદાવાદ સહિત 12 શહેરોને સ્વર્ણિમ જયંતિ CM શહેરી વિકાસ યોજના અન્વયે 674 કરોડ ફાળવાયા
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોનું ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ સાથે પ્રાથમિક જરૂરિયાતના 594 કામો માટે અત્યાર સુધીમાં 674 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ વિકાસ કામો અંતર્ગત આઉટગ્રોથ વિસ્તારોમાં રોડ-રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ સુવિધાના કામો હાથ ધરવામાં આવે છે. […]