વિસનગરના સવાલા ગામે લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ 1200 લોકોને ફુડ પોઈઝનિંગ
મહેસાણાઃ જિલ્લાના વિસનગર તાલુકાના સવાલા ગામે રાત્રિ દરમિયાન યોજાયેલા લગ્ન સમારોહમાં પીરસાયેલું ભોજન આરોગવાથી 1000થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. ફુડ પોઈઝિંગના અસરગ્રસ્તોને વિસનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિસનગર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, જ્યાં દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા. અને જરૂરી મદદની ખાતરી આપી […]