બુલેટ ટ્રેન માટે વડોદરામાં 135 વર્ષ જૂનું રેલવેનું ઐતિહાસિક સલુન બિલ્ડિંગ તોડી પડાતા વિરોધ
વડોદરાઃ બૂલેટ ટ્રેન માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 7 પાસે યાર્ડમાં આવેલું સયાજીરાવ ગાયકવાડના સમયનું ઐતિહાસિક સલૂન બિલ્ડિંગ તોડી પડાતા વિરોધ ઊભો થયો છે. અંદાજે 135 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને સુપ્રત કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં ગાયકવાડ સમયની અંદાજે 1886માં બનેલી આ ઇમારત તોડી પડાતાં લોકોમાં […]