ઉત્તર ગુજરાતમાં એરંડાના ઓછા ઉત્પાદનને લીધે ભાવ મણે 1500ને વટાવી જતાં ખડુતો ખૂશખૂશાલ
ડીસાઃ ઉત્તર ગુજરાતમાં આ વર્ષે એરંડાના ઓછા ઉત્પાદનને કારણે માર્કેટ યાર્ડ્સમાં ખેડુતોને એરંડાના સારા ભાવ મળી રહ્યા છે. રોકડીયા પાક ગણાતા એરંડાનું બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં મોટાપાયે વાવેતર અને મબલખ ઉત્પાદન પણ થાય છે, એરંડાના ભાવમાં ફરી એકવાર આગ ઝરતી તેજી જોવા મળતા ખેડૂતોમાં ખુશાલી છવાઇ છે. ઓછા ઉત્પાદનના કારણે એરંડાના ભાવમાં રોજબરોજ […]