ગુજરાતમાં પ્રતિ 1 લાખની વસતીએ ટીબીના 189 દર્દીઓ, વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્તિનો સંકલ્પ
ગાંધીનગરઃ ગુજરાતમાં એક લાખ વ્યક્તિએ પ્રતિવર્ષ ટી.બી.ના હવે માત્ર 189 દર્દીઓ મળી રહ્યા છે. ટી.બી.ના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુરૂવારે રાજભવનમાં રાષ્ટ્રીય ટી.બી. ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં થઈ રહેલા કાર્યની સમીક્ષા કરી હતી. સમગ્ર દેશમાં ગુજરાત શ્રેષ્ઠ કામગીરીમાં બીજા ક્રમે છે, તે માટે આરોગ્યતંત્રને બિરદાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાંથી […]