રાજકોટમાં મ્યુનિ.ના આરોગ્ય વિભાગના દરોડા, 2000 કિલો ભેળસેળવાળો મુખવાસ પકડાયો
રાજકોટઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. પનીર, ઘી, મીઠાઈઓમાં ભેળસેળ પકડાઈ હતી. તાજેતરમાં પાલનપુર અને ડીસામાં ગાયના ઘીના નામે નકલી ઘી બનાવતી ફેકટરી પકડવામાં આવી હતી, રાજ્યના તમામ શહેરોમાં ભેળસેળયુક્ત અખાદ્ય વસ્તુઓ સામે ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દરોડો પાડીને 2000 કિલો મુખવાસનો ભેળસેળવાળો જથ્થો પકડી પાડ્યો […]