ગાંધીનગરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ માટે દર ત્રણ કિલોમીટરે એક ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ વધતા જાય છે. ત્યારે ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગાંધીનગર શહેરની ઇલેક્ટ્રીકલ વ્હીકલ પોલીસીને મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે પોતાની અલાયદી પોલીસી ધરાવનાર ગાંધીનગર દેશનું પ્રથમ પાટનગર બન્યું છે. 196 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા ગાંધીનગર શહેરમાં દર ત્રણ કિલોમીટરે એક ચાર્જીંગ સ્ટેશન બનશે. જે મુજબ […]