અમદાવાદમાં મ્યુનિ. હસ્તકના 2250 કરોડની કિંમતના 22 જેટલા પ્લોટ્સનું વેચાણ કરાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના 22 જેટલાં કિંમતી પ્લોટ્સ હવે ભાડે આપવાને બદલે વેચાણથી આપીને આવક ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં કાયદાકીય અભિપ્રાય સાથે અધિકારીઓએ કરેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે મ્યુનિ. પ્લોટ 99 વર્ષના ભાડાપટાની સાથે વેચી પણ શકશે.અગાઉ કેટલાક પ્લોટના વેચાણ માટે મ્યુનિ.એ પ્રયાસ કર્યો હતો […]