રાજ્યના વર્ગ 3 અને 4ના 2200થી વધુ કર્મચારીઓની પસંદગીના સ્થળે જિલ્લા ફેર બદલીઓ કરાઈ
ગાંધીનગરઃ ગુજરાતમાં નિયત પગાર ધોરણમાં કાયમી ન થયા હોય એવા ઘણાબધા કર્મચારીઓ બદલીઓની માગણી કરી રહ્યા હતા. જેમાં પતિ-પત્ની અલગ અલગ સ્થળોએ નોકરી કરતા હોય, પરિવારમાં ગંભીર બીમારી હોય, એવા અનેક કારણો હોવા છતાં બદલીઓ કરવામાં આવતી નહતી. આથી રાજ્યના મુખ્યમંત્રી સુધી રજુઆતો પહોંચતા તેમણે માનવતાલક્ષી અભિગમ દાખવીને 2200થી વધુ કર્મચારીઓને તેમની માગણીના સ્થળે બદલી […]