સુરતના પાંડેસરામાં 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો, ભેળસેળનો રિપોર્ટ બાદ ગુનો નોંધાશે
સુરતઃ રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પણ સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે.દરમિયાન મ્યુનિ.ના આરોગ્ય અધિકારીએ શહેરના પાંડેસરા વિસ્તારમાંથી એક ટેમ્પાને રોકીને તપાસ કરતા 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય અધિકારીને પ્રાથમિક નજરે તો પનીર અખાદ્ય હોવાનું લાગી રહ્યું હતું. […]