ઉત્તરાણના દિને 108 ઈમરજન્સીને 2916 કોલ મળ્યા, ગત વર્ષની તુલનાએ 278 કેસ વધુ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાણના દિવસે 108ના ઈમરજન્સી કોસમાં સામાન્ય કરતા વધારો નોંધાયો હતો. ધાબા પરથી પડવાના દોરી વાગવાના બનાવો પણ બન્યા હતા. શનિવારે 108 દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આજે ઉત્તરાણના દિવસે 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં વર્ષમાં ઉત્તરાણના દિવસે 2638 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 2022ની સરખામણીએ 2023માં 278 કેસ વધુ નોંધાયા છે. […]