કચ્છના રાપરમાં 3.1ની તિવ્રતાનો ભૂકંપ, બે કલાક બાદ પેટાળમાં જોરદાર ધડાકો થતા લોકો ફફડી ગયા
ભૂજઃ કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. આજે શુક્રવારે રાપર વિસ્તારમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભૂકંપના આંચકા બાદ બે કાલા પછી ભૂ-પેટાળમાં જોરદાર અવાજ સાથે ધડાકો થતા લોકોને વર્ષ 2001ના ભૂકંપની યાદ અપાવી હતી. કચ્છમાં આજે સવારે 10.16 મિનિટે વાગડના રાપરથી 16 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતા 3.1ની તીવ્રતાના આફ્ટરશોક […]