ક્યાંથી ભણશે ગુજરાત, ગ્રાન્ટેડ શાળાઓમાં 3000થી વધુ આચાર્યોની જગ્યાઓ ખાલી, CMને રજુઆત
ગાંધીનગરઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે શિક્ષણ વિભાગ છેલ્લા ઘણા સમયથી નિરસ બન્યુ છે. ગ્રાન્ટેડ શાળાઓને વર્ગ વધારવાની મંજુરી પણ આપવામાં આવતી નથી. સરકારના ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે ઓરમાયા વર્તનને લીધે હવે શાળા સંચાલકો પણ કંટાળી ગયા છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 3000 આચાર્યોની જગ્યા ખાલી પડી છે. શિક્ષણ વિભાગ દ્વારા 5 વર્ષથી HMATની પરીક્ષા લેવામાં આવતી નથી. […]