ગુજરાતમાં 3500 જેટલી શાળાઓમાં ગ્રંથપાલની જગ્યાઓ ખાલી, 2009ના વર્ષથી ભરતી કરી નથી
અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં લાયબ્રેરીઓ તો છે, પણ એના માટે ઘણીબધી શાળાઓમાં ગ્રંથપાલ નથી. જે શાળાઓમાં 3000 કરતા વધુ પુસ્તકો હોય ત્યાં ગ્રંથપાલ ફરજીયાત કરવામાં આવ્યા છે પરંતુ 13 વર્ષથી રાજ્યની સ્કૂલોમાં ગ્રંથપાલની ભરતી જ કરવામાં આવી નથી જેના કારણે 3500 જેટલી શાળાઓમાં ગ્રંથપાલની જગ્યા ખાલી છે જે ભરવા રાજ્ય શાળા સંચાલક મંડળે માંગણી કરી છે. […]