CNGના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે તો રિક્ષાચાલકોની તા.15મીથી 36 કલાકની હડતાળ
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ગયા બાદ સરકારે એક્સાઈઝ ડ્યુટી અને વેટ ઘટાડતા ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. ત્યારે રિક્ષાચાલકોએ CNGના ભાવ વધારાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. આજે ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રીક્ષા ચાલક યુનિયનના પ્રતિનિધિઓ તથા ટેક્સી ચાલક પ્રતિનિધિઓ બેઠક મળી હતી. […]