ગુજરાતમાં અમદાવાદની બે અને જુનાગઢ અને સુરતની એક ટીપી સ્કીમને CMએ આપી મંજુરી
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ-એક ડ્રાફ્ટ ટીપી સ્કિમ અને જુનાગઢની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે સુરત મ્યુનિ.કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં-40 ડિંડોલીને પણ મંજૂર કરી છે. […]