બનાસકાંઠાના પાલનપુર, ડીસા, થરાદ સહિત વિવિધ વિસ્તારોમાં વધુ 674 CCTV કેમેરા લગાવાશે
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને જાળવણી તેમજ ટ્રાફિક નિયમોની જાળવણી માટે પાલનપુર તેમજ અંબાજીમાં હાલ કુલ 201 સીસીટીવી કેમેરા કાર્યરત છે. જેમાં હવે પાલનપુર, અંબાજી, ડીસા, અને થરાદ તેમજ હાઈવે અને ચેકપોસ્ટ પર વધુ 674 કેમેરા લગાવવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા નેત્રમ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસની નીગરાની માટે સીસીટીવી લગાવવામાં આવી રહ્યા છે. […]