અમદાવાદના નવનિર્મિત બહુમાળી બિલ્ડિંગના 13માં માળેથી પટકાતા 7 શ્રમિકોના મોત
અમદાવાદઃ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી નજીક પાંજરાપોળ રોડ પર નવનિર્મિત એસ્પાયર-2 બિલ્ડીંગમાં લિફ્ટનું સેન્ટ્રીંગ કામ કરતી વખતે અચાનક જ માંચડો તૂટી પડતા આઠ શ્રમિકો 13 માળેથી પટકાતા સાત શ્રમિકોના મોત નિપજ્યા હતા જ્યારે એક શ્રમિકને ગંભીર ઈજા થઈ હતી. મૃતક દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યના […]