અમરેલી જિલ્લામાં 114.86 એકર જમીનમાં 75 અમૃત સરોવરઃ શનિવારે CM, રાજ્યપાલ મુલાકાત લેશે
ગાંધાનગરઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાનને સહર્ષ વધાવી લેતા અમરેલી જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાયું છે. આ પૈકી અમરેલી જિલ્લાના દુધાળા ખાતે લોકભાગીદારીથી ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલા અમૃત સરોવરની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ જળ સિંચનના કામોનું નિરીક્ષણ કરશે. હાલ […]