બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 80 ટકા કરતા વધુ પાણી ભરાતા નદી વિસ્તારમાં પ્રવેશ ન કરવા સૂચના
પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે અષાઢ મહિના દરમિયાન સારોએવો વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજસ્થાનમાં પણ ભારે વરસાદને કારણે બનાસ સહિતની નદીઓ બે કાંઠે બની છે. તેમજ જિલ્લાના જળાશયોમાં પાણીની સારીએવી આવક થઈ છે. જેમાં દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 80.00 ટકાથી વધુ ભરાયેલો છે અને હાલમાં ભારે વરસાદની આગાહી સાથે ચોમાસુ સક્રિય છે, ઉપરવાસમાં ભારે વરસાદ થાય […]